Posts

Showing posts from January, 2021

રાજયમાં તમામ શાળાઓ એપ્રિલ સુધીમાં ધમધમશે : વેકેશનમાં થશે ઘટાડો

Image
  રાજયમાં તમામ શાળાઓ એપ્રિલ સુધીમાં ધમધમશે : વેકેશનમાં થશે ઘટાડો 21 January 2021 11:19 AM  Gujarat ફેબ્રુમાં ધો.9 અને 11, માર્ચમાં 6 થી 8 અને એપ્રિલમાં ધો.1 થી પની શાળાઓ શરૂ કરી જૂનમાં પરીક્ષા લેવા વિચારણા : નવુ તૈયાર થતું એકેડેમીક કેલેન્ડર ગાંધીનગર તા.21 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટતા ધો.10 અને 12ની શાળાઓ ધમધમતી કરી દેવાયા બાદ હવે આગામી ફેબ્રુઆરીમાં ધો.9 અને 11, માર્ચમાં ધો.6 થી 8 અને એપ્રિલ માસમાં ધો.1 થી પની શાળાઓ શરૂ કરવા માટે એકેડેમીક કેલેન્ડર તૈયાર કરવા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાજયમાં એપ્રિલ માસ સુધીમાં ધો.1 થી 12 સુધીનું ઓનલાઇન શિક્ષણ શરૂ કરી જૂનમાં પરીક્ષા લેવાની વિચારણા શરૂ કરાયેલ છે. તેમજ ઉનાળુ વેકેશન ઘટાડાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. કોરોનાને કારણે ગુજરાતમાં બંધ થયેલું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ સક્રિય બન્યો છે, જેમાં ધોરણ 10 અને 12ની શરૂઆત કર્યા બાદ ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11, એ પછી માર્ચ મહિનામાં ધોરણ 6થી 8ની સ્કૂલો અને અંતમાં એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટેની સ્કૂલો શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, જેમા