Posts

Showing posts from October, 2020

સ્મશાનમાં પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

Image
  વડોદરા: આઇ.એ.એસ ડોક્ટર વિનોદ રાવે સ્મશાનમાં પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી - કોરોના મહામારીમાં સ્મશાનમાં અંતિમ સંસ્કારની સેવા કરનારા સેવકોનું સન્માન કર્યું વડોદરા, તા. 9 ઓકટોબર 2020, શુક્રવાર  કોરોનાની મહામારી દરમિયાન રાજ્ય સરકારે વડોદરા શહેર- જિલ્લા માટે ખાસ ફરજ પરના અધિકારી તરીકે ડોક્ટર વિનોદ રાવની નિયુક્તિ કરી હતી. તેઓએ ગઈકાલે પોતાના જન્મદિવસએ પણ ફરજ પર હાજર રહી સ્મશાન ગૃહના અંતિમ સંસ્કારના સેવકોનું સન્માન કરી અનોખી રીતે ઉજવણી કરી હતી. ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવની વડોદરા શહેરમાં નિયુક્તિ થઈ છે. ત્યારથી તેમણે વડોદરામાં કોરોનાના દર્દીઓની સુવિધા માટેની આગોતરી તૈયારી કરાવી હતી. તેમજ થોડા સમય પહેલા વડોદરા શહેરમાં ઓક્સિજનની તંગીને કારણે 500 દર્દીના જીવ જોખમમાં મુકાયા હતા. ત્યારે તેમણે અને નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રીએ સમય સુચકતા વાપરી જામનગરથી ઓક્સિજનનો જથ્થો મંગાવીને જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. ડોક્ટર વિનોદ રાવનો ગઈકાલે જન્મદિવસ હતો. તે દિવસે પણ તેમણે તેમના પરિવારજનોની સાથે જન્મદિવસ ઉજવવાને બદલે તેમણે વડોદરામાં ફરજ ઉપર હાજર રહ્યા હતા અને પરિવારજનોને ગાંધીનગરથી વડોદરા બોલાવ