Posts

Showing posts with the label Education news

રાજયમાં તમામ શાળાઓ એપ્રિલ સુધીમાં ધમધમશે : વેકેશનમાં થશે ઘટાડો

Image
  રાજયમાં તમામ શાળાઓ એપ્રિલ સુધીમાં ધમધમશે : વેકેશનમાં થશે ઘટાડો 21 January 2021 11:19 AM  Gujarat ફેબ્રુમાં ધો.9 અને 11, માર્ચમાં 6 થી 8 અને એપ્રિલમાં ધો.1 થી પની શાળાઓ શરૂ કરી જૂનમાં પરીક્ષા લેવા વિચારણા : નવુ તૈયાર થતું એકેડેમીક કેલેન્ડર ગાંધીનગર તા.21 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટતા ધો.10 અને 12ની શાળાઓ ધમધમતી કરી દેવાયા બાદ હવે આગામી ફેબ્રુઆરીમાં ધો.9 અને 11, માર્ચમાં ધો.6 થી 8 અને એપ્રિલ માસમાં ધો.1 થી પની શાળાઓ શરૂ કરવા માટે એકેડેમીક કેલેન્ડર તૈયાર કરવા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાજયમાં એપ્રિલ માસ સુધીમાં ધો.1 થી 12 સુધીનું ઓનલાઇન શિક્ષણ શરૂ કરી જૂનમાં પરીક્ષા લેવાની વિચારણા શરૂ કરાયેલ છે. તેમજ ઉનાળુ વેકેશન ઘટાડાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. કોરોનાને કારણે ગુજરાતમાં બંધ થયેલું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ સક્રિય બન્યો છે, જેમાં ધોરણ 10 અને 12ની શરૂઆત કર્યા બાદ ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11, એ પછી માર્ચ મહિનામાં ધોરણ 6થી 8ની સ્કૂલો અને અંતમાં એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટેની સ્કૂલો શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો...

સ્મશાનમાં પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

Image
  વડોદરા: આઇ.એ.એસ ડોક્ટર વિનોદ રાવે સ્મશાનમાં પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી - કોરોના મહામારીમાં સ્મશાનમાં અંતિમ સંસ્કારની સેવા કરનારા સેવકોનું સન્માન કર્યું વડોદરા, તા. 9 ઓકટોબર 2020, શુક્રવાર  કોરોનાની મહામારી દરમિયાન રાજ્ય સરકારે વડોદરા શહેર- જિલ્લા માટે ખાસ ફરજ પરના અધિકારી તરીકે ડોક્ટર વિનોદ રાવની નિયુક્તિ કરી હતી. તેઓએ ગઈકાલે પોતાના જન્મદિવસએ પણ ફરજ પર હાજર રહી સ્મશાન ગૃહના અંતિમ સંસ્કારના સેવકોનું સન્માન કરી અનોખી રીતે ઉજવણી કરી હતી. ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવની વડોદરા શહેરમાં નિયુક્તિ થઈ છે. ત્યારથી તેમણે વડોદરામાં કોરોનાના દર્દીઓની સુવિધા માટેની આગોતરી તૈયારી કરાવી હતી. તેમજ થોડા સમય પહેલા વડોદરા શહેરમાં ઓક્સિજનની તંગીને કારણે 500 દર્દીના જીવ જોખમમાં મુકાયા હતા. ત્યારે તેમણે અને નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રીએ સમય સુચકતા વાપરી જામનગરથી ઓક્સિજનનો જથ્થો મંગાવીને જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. ડોક્ટર વિનોદ રાવનો ગઈકાલે જન્મદિવસ હતો. તે દિવસે પણ તેમણે તેમના પરિવારજનોની સાથે જન્મદિવસ ઉજવવાને બદલે તેમણે વડોદરામાં ફરજ ઉપર હાજર રહ્યા હતા અને પરિવારજનોને ગાંધીનગરથી વડો...