સરકારી કર્મચારીઓ આનંદો! ગુજરાત સરકારે આપી દીધી દિવાળીની મોટી ભેટ

 સરકારી કર્મચારીઓ આનંદો! ગુજરાત સરકારે આપી દીધી દિવાળીની મોટી ભેટ

  

       સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે (Government of Gujarat) દિવાળી (Diwali)ની ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના (Government Employee) મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે.


આજે સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે (Nitin Patel) પ્રેસ કોન્ફરન્સ કરી સરકારી કર્મચારીઓને દિવાળીની ખુબ જ મોટી ભેટ આપી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના મહામારીમાં સરકારી કર્મચારીઓ ખડેપગે ઉભા રહ્યા છે. થોડા દિવસો બાદ તહેવારો શરૂ થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ સરકારી કર્મચારીઓને ચૂકવાશે.

DyCM નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, સરકારી કર્મચારીઓનું સ્થગિત કરેલ મોંઘવારી ભથ્થુ સરકાર ચુકવશે અને 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. રાજ્ય સરકારની આવકમાં વધારો થતા આ નિર્ણય લેવાયો હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જેમા ત્રણ માસની રકમનો એક હપ્તો ચૂકવાશે. અને આ માટે 464 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ચૂકવશે બાદમાં ત્રણ મહિનાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે.


વધુમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં કટોસણ, બહુચરાજી અને ચામસ્માની રેલવે લાઈન પાછળ 787 કરોડ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં આ લાઈન મીટર ગેજ લાઈન છે, જેને હવે બ્રોડ ગેજ લાઈનમાં રૂપાંતરીત કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

ગમે તે એક જ ગ્રુપમાં જોડાવું તમામ ગ્રુપમાં એકસરખું સાહીત્ય મુકવામાં આવશે

Nmms PSE બાળકો માટે ગ્રુપ

સરકારી માહિતી લેટેસ્ટ ગ્રુપ ગમે તે એક જ ગ્રુપમાં જોઈન્ટ થવું તમામ ગ્રુપમાં એક સરખી માહિતી મુકવામાં આવે છે